Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BCCIસમક્ષ પાકિસ્તાન ઝૂક્યું, એશિયા કપની મેચો PAKમાં નહી આ 2 દેશોમાં રમાશે

એશિયા કપ 2023 નુ આયોજન આ વખતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કરનાર છે. પાકિસ્તાન યજમાન પદ મળ્યુ ત્યારથી જ પોતાના દેશની ધરતી પર આયોજન કરવાને લઈ ખૂબ હરખ દર્શાવી રહ્યુ હતુ. પરંતુ. ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં એશિયા કપ માટે નહીં આવે એ વાત સ્પષ્ટ કરી દીધી ત્યારથી જ તેમના દેશમાં હડકંપ મચી ગયો છે. ટૂર્નામેન્ટનુ આયોજન ભારત વિના ફિક્કુ પડી જાય એ વાત સ્પષ્ટ છે. રેવન્યૂ માટે ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં સૌ
bcciસમક્ષ પાકિસ્તાન ઝૂક્યું  એશિયા કપની મેચો pakમાં નહી આ 2 દેશોમાં રમાશે

એશિયા કપ 2023 નુ આયોજન આ વખતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કરનાર છે. પાકિસ્તાન યજમાન પદ મળ્યુ ત્યારથી જ પોતાના દેશની ધરતી પર આયોજન કરવાને લઈ ખૂબ હરખ દર્શાવી રહ્યુ હતુ. પરંતુ. ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં એશિયા કપ માટે નહીં આવે એ વાત સ્પષ્ટ કરી દીધી ત્યારથી જ તેમના દેશમાં હડકંપ મચી ગયો છે. ટૂર્નામેન્ટનુ આયોજન ભારત વિના ફિક્કુ પડી જાય એ વાત સ્પષ્ટ છે. રેવન્યૂ માટે ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં સૌથી મહત્વની છે. જોકે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હવે આ વાતનો રસ્તો નિકાળવામાં લાગ્યુ છે, કારણ કે યજમાન પદ પણ હાથમાંથી જતુ રહે એવી સ્થિતી છે.

Advertisement


આ દરમિયાન હવે સમાચાર એજન્સીના અહેવાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સુત્રોથી જે જાણકારી આપવામાં આવી છે એ મોટી છે. એશિયા કપને લઈ હવે પાકિસ્તાન નવો પ્લાન ઘડી રહ્યુ છે. જે પ્લાન મુજબ ભારતીય ટીમ માટેની મેચો પાકિસ્તાનની બહાર રમાડવા માટે તૈયારી દર્શાવાઈ રહી છે. આમ એશિયા કપ એક નહીં બે દેશમાં રમાશે.

તૈયાર કરાયો નવો પ્લાન
આ વખતે એશિયા કપ 50-50 ઓવરના ફોર્મેટ મુજબ રમાનાર છે. ભારતીય ટીમ વિના ટૂર્નામેન્ટનો માહોલ જામે નહીં એ સ્વભાવિક છે. બીજી તરફ મોટા ઉપાડે આયોજન સામે રેવન્યુ પણ ભારતની ગેરહાજરીમાં વિશેષના થઈ શકે આવામાં પાકિસ્તાનને આ પોષાય એમ નથી. હવે પાકિસ્તાને ભારત માટે યુએઈમાં મેચના આયોજન કરવામાં આવી શકે છે. સાથે જ ભારત ફાઈનલમાં પહોંચે તો ફાઈનલ મેચનુ આયોજન પણ યુએઈમાં કરવામાં આવી શકે છે.
ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાથી ઈન્કાર કરી દીધો હતો.
આ પહેલા જય શાહે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાથી ઈન્કાર કરી દીધો હતો. જય શાહને સ્પષ્ટતાને લઈ પાકિસ્તાન ભડક્યુ હતુ અને નિવેદનબાજી શરુ કરી હતી. સાથે જ પાકિસ્તાનની ટીમને આગામી વિશ્વકપનો હિસ્સો લેવા માટે ભારત નહીં મોકલવાની ધમકી આપી હતી.
કરાચીમાં નજમ સેઠીએ મીડિયાને આમ કહ્યુ
કરાચીમાં મીડિયા સાથે વાત કરતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા નજમ સેઠીએ કહ્યું કે આવતા મહિને ICCની બેઠકમાં આ મુદ્દા પર વધુ વાતચીત થશે કારણ કે આ મુદ્દો હજુ ઉકેલાયો નથી. તેમણે કહ્યું કે ACCની બેઠકમાં શું થયું તેના પર મારે શું કહેવું. કોઈ ઉકેલ મળ્યો નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.